Mast: Paramanand – મસ્ત:પરમાનંદ (GUJARATI)

499.00

A Gujarati translation of the book ‘Mast – The Ecstatic’ by Mohanji

ઈચ્છાઓ વિચારોને પોષે છે. વિચારો મનને પોષે છે. મુક્તિ એવી અવસ્થા છે જેમ વિચારો નથી હોતા અથાર્ત મન જ નથી હોતું પછી ઈચ્છાઓ બાબતે શું કહેવું?

I am the essence, I have no permanent name or form. I have no birth or death, birthdays or death anniversaries. I am immortal.

કાર્લ માર્કસે હોવું અને ન હોવું તે વિશે વાત કરી છે. ત્રીજો પ્રકાર અનાદિ કાળથી ભારતમાં (પ્રાચીન ભારતમાં) હંમેશાથી અસ્તિત્વમાં છે અને આજ સુધી ચાલુ છે – જેઓ કંઈપણ મેળવી શકતા હતા પણ તેઓને કશુંજ જોઈતું ન હતું. મસ્ત લોકો.

હંમેશા આંતરિક આનંદમાં રહીને, તેઓ સંપૂર્ણ સ્વતંત્રતામાં અસ્તિત્વ ધરાવે છે. ત્યાગ સાથે, પૂર્ણ રીતે અંતરસ્થમાં સ્થાયી. તેઓ આપણને આપણાં ખોવાયેલા ગૌરવની યાદ અપાવવા માટે પૃથ્વી પર ચાલે છે. અંદર જવા માટે. આપણી અંદર આનંદમાં રહેવા માટે. સ્વયં બનવા માટે. મસ્ત રહેવા માટે.

આત્માનંદ ચૈતન્યના આકર્ષક જીવન દ્વારા રજૂ કરવામાં આવેલી આ મુક્તિની ભવ્ય પરંપરાની મંત્રમુગ્ધ વાર્તા છે – મસ્ત. આ પુસ્તક જીવનને મસ્ત, સંપૂર્ણ મુક્ત અને હંમેશ માટે આનંદમાં જીવવા માટેનો એક જાગ્રત પોકાર છે – પ્રવૃત્તિઓના ભ્રમમાં જીવતા લોકોને, સંપૂર્ણતા અને પૂર્ણતાના ખોળામાં જાગૃત કરવા માટેનો. આ વાર્તા છે એક સામાન્ય માણસની પિંડથી બ્રહ્માંડ સુધીની ખેડી શકાય એવી યાત્રાની. આત્માનંદ માત્ર એક વ્યક્તિ નથી. દરેક વ્યક્તિ તે છે, તે સર્વસ્વ છે. તે તમે જ છો.

Price Based Country test mode enabled for testing Norway. You should do tests on private browsing mode. Browse in private with Firefox, Chrome and Safari

login